કસ્તુરબા
Charotar Education Society · 2 October 2015 · History
એક 10 એક વર્ષની છોકરી કોઈ છોકરા સાથે પગથીયા રમતી હોય છે, જિંદગીના કોઈ જ પ્રકારના ટેન્શન કર્યા વગર, અને તેને એ પણ ખબર નથી કે એની જીંદગીમાં હવે પછી કેટલા સંઘર્ષો આવાના છે. એ રમતી છોકરી એટલે કસ્તુરના પત્રમાં ઉભેલી કલ્યાણી, અને તેની સાથે રમતો છોકરો એટલે નાટકને જેણે પોતનો શ્વાસ બનાવી દીધો છે એવો ગાંધીના રૂપમાં અભિનય બેન્કર. બસ ત્યાંથી નાટક એના પાટા ઉપરની જર્નીની ધીરે ધીરે શરૂવાત કરે છે. એક પછી એક સુત્રધાર તરીકે ઉભેલી દેવકી પાળ બાંધતી જ જાય છે અને પાછળ દ્રશ્યો સ્પષ્ટ થતા જાય છે. નાટકમાં કસ્તુરબાના જીવનના તમામ મહત્વની ઘટનાઓને વણી લેવાનો મહત્તમ પ્રયાસ થેલો છે અને લોકોમાં પણ ઘણો સફળ થયેલો જોવા મળે છે. નાટકના દરેક સીનમાં આપણી આંખો સતત અટકેલી રહે છે, છતાં પણ મારી દ્રષ્ટિએ અમુક સીન તો અદ્ભુત રીતે વર્ણવાયા છે.
જેમ કે બાપુ સાથે ઝઘડો થતા ગાંધીજીનો મોટો પુત્ર હરી ઘર છોડીને જતો રહે છે, અને એ વખતે થયેલી બાની હાલત એ મારા માટે શબ્દોમાં વર્ણવી એ શક્ય નથી. અચાનક એક દિવસ તેમને હરી કાટણી રેલ્વે સ્ટેશન પર ભિખારીના વેશમાં હાથમાં ફળ લઇ અને બાને મળવા આવી જાય છે, અને પોતાના હાથમાંથી, જાણે ઘણા દિવસે માતાની માત્રુતાને પામવા માટે થનગનતો હોય એ રીતે, પેલું ફળ આપે છે. બા અને બાપુની આસપાસ આ રીતે ભિખારી જોતા લોકો એને દુર ખસેડે છે, અને બા અને હરી દુર દુર સુધી એકબીજાની સામે જોયા કરે છે, અને અચાનક હરી ત્યાંથી દુર થયી જાય છે. બા કશુ જ બોલે એ પહેલા એમની અખોમાંથી આંસુ પાડવા લાગે છે, ત્યારે બા ઉપર શું વીતી હશે એ તો કેવી રીતે આપણાથી શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય. કદાચ કોઈક જ એવો દર્શક હશે જે કઠોર દીલ્લનો કે આ દ્રશ્ય જોતી વખતે એના આંખમાંથી પાણી ના આવ્યું હોય. આ ઉપરાંત ગાંધીજીનો કસ્તુરબા માટેનો નિખાલસ પ્રેમ અને કસ્તુરબાએ ગાંધીજીને કરેલો અવિસ્મરણીય સહકાર. કદાચ જો કસ્તુરબા ના હોત ગાંધી પાસે તો આઝાદી મળવી અશક્ય હતી. ગાંધીજી તો બાને આવીને કહી નાખતા કે બા આટલું થવું જોઈએ, એ કેવી રીતે અને કેમ એ તો કસ્તુરબાએ નકકી કરવાનું, અને અમુક વખત ગાંધીના નિયમોનું પાલન કરવા માટે જેલમાં પણ ગયા. ક્યારેય ગાંધીની એક પણ વાતનું અપમાન નહિ કરવાનું, અને ગમે તેટલી એમના ઉપર વીતતી હોય તો પણ બાપુ સામે તો એમના વિચારોમાં હા જ કહેવાની. આ બધી જ વાતો નાટકમાં જુદા જુદા વિષયો અને પ્રસંગો દ્વારા, જાણે એક ચિત્રકાર એક ચિત્ર કરતા રંગો જેમ જેમ ઉમેરતો જાય એમ એમ ચિત્ર સુંદર બનતું જાય છે, એમ દરેક પ્રસંગો વધે એમ નાટકનો રસ પણ વધતો જાય છે.
આમાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો નાટકના ડાઈરેકટર અદિતિ દેસાઈ, જેમને કસ્તુરબા વિશેની તમામ માહિતી જુદી જુદી રીતે ભેગી કરી અને નારાયણભાઈ દેસાઈ જેવોને સ્ક્રીપ્ટ લખવા માટે આપી. જેમને આખી નાટકની સ્ક્રીપ્ટ લખતા દોઢ વર્ષ જેટલો સમય થયો હતો, અને ત્યારબાદ અદિતિ દેસાઈએ એ સ્ક્રીપ્ટને સ્ટેજેલીક, એટલે કે સ્ટેજ ઉપર ભજવાય એવી, બનાવી. એ ઉપરાંત કસ્તુરબાના કેરેક્ટરમાં કલ્પના ગાંગડેકર, જે 10 વધુ ફિલ્મોમાં 40 થી વધારે નાના રોલ કરી ચુકી છે. તે ઉપરાંત ગાંધીના રોલમાં અભિનય બેન્કર, જેનો પરિચય આપવો એટલે નાટકને નાનો સંદેશો મોકલવા જેવું થાય. આ બંનેએ ખાલી ચરખો કાંતતા શીખવા માટે એક મહિનાની ટ્રેનીગ આપવામાં આવી હતી, એટલે વિચાર કરીએ કે બીજા બધા નાટકીય ભાવો માટે કેટલા દિવસ લાગ્યા હશે. આ ઉપરાંત મ્યુઝીક માટે નિસર્ગ ત્રિવેદી અને મુખ્ય સુત્રધાર દેવકી, આમ તમામ પોતાનું નાટક સમજી અને કસ્તુરબાના વ્યક્તિત્વને ખુબ જ અવિસ્મરણીય રીતે ઉભું કર્યું છે.
તમે પણ જોવા આવો છો ને? આ નાટક ભૂલશો નહિ…

First published on 2 October 2015 on CES Anand, the Society's centenary blog.