Loading…

મિત્રતા: મારી, તમારી ને આપણા સૌની…

Charotar Education Society · 29 June 2015 · Memories

દ્વારકા થી સુદામા કૃષણ ને ફોન કરે છે અને સામે થી જવાબ મળે છે કે યહ ઋટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. થોડા સમય પછી પોતાના પ્રિય મિત્ર સુદામા નો ફોન જોઈ અને કૃષણ સામેથી ફોન કરે છે સુદામા પૂછે છે કે તારો ફોને કેમ આટલો વ્યસ્ત આવે છે ત્યારે કૃષણ જવાબ આપે છે કે ભાઈ બધા મારી સાથી આજકાલ માંગવા જ આવતા હોય છે આપણી દોસ્તી તો સદાકાળ છે અને માટે જ આપણે શાંતિથી મળીએ.

મિત્રતા: મારી, તમારી ને આપણા સૌની…

આ જ વાત ને ધ્યાનમાં રાખી અને સીઈએસ એ શતકોત્તસવ ની શરૂઆત કરી હતી. અને વિદેશ અને અહિયાં રહેતા મિત્રો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કર્યું હતું. એવે વાખેતે ઘણા વિદ્યાર્થીઓ એ યાદ કરાવ્યું દોસ્તી ના કાવ્યો શાયરી અને ગુલાબો આપીને વેચાતા નથી એતો દીલ માં સેવ રાખવાના હોય અને જરૂર આવ્યે તે મિત્રતા માટે આપોઆપ નીકળતા હોય છે. ફેસબુક એ મિત્રતા ને મોર્ડન બનાવી અને ફ્રેન્દ્લીસ્ટ નામની કોઠરી માં સમાવી દીધી છે. જીમ મોરિસન એમ કહે છે કે જે મિત્ર આપણે જેવા હોઈએ એવા બનવાની સ્વતંત્રતા આપે વો હે યાર અપના…

ફ્રેન્ડઝ આર ઓલ્વેઝ મેટ ફોર ફન કેટલાક મિત્રોનું આગમન ઇલેક્ટ્રિકસીટી ની જેમ થાય છે એમના આગમન થીજ આપણા ડેલી ટેન્શન લાઈટ થયી જતા હોય છે અને આપણે હેપ્પી થયી જતા હોઈએ છે. અત્યારે સીઈએસ થી દુર છતાં હ્રદય સીઈએસ માં હોય એવા ઘણા લોકો છે ઓફીસ અને સામજિક બંધન નાં કારણે બંધાઈ ગયા છે. એ બધાને એમાંથી મુક્ત્ત થઇ અને યાદો ની સાથે વાતો કરવાનો ચાન્સ સીઈએસ એ આપ્યો છે.

મિત્રતા: મારી, તમારી ને આપણા સૌની… - photo 2

આજકાલ મિત્રો મળે ત્યારે એના સ્ટેટસ મળતા હોય છે તેની ડીગ્રી અને સેલરીના લેબલો મળતા હોય છે એક બીજાના ઘર ની નેમપ્લેટ મળે છે એક વખત માં કીટલી એ અડધી કટિંગ ચા પીતો અને પૈસાની કટકીઓ વિષે વાત કરતો મિત્ર કોર્ટયાર્ડ મેરીઓટ જેવી મોટી હોટેલ સિવાય મળતો નથી ફાઈવ સ્ટાર નું હાઈજેનીક ફૂડ જ તેને ફાવે છે તેને ક્યા ખબર રહી હોય છે કે એ પણ એક દિવસ કીટલી એ ચા પીતો પીતો એના મિત્ર સાથે ગપ્પા મારતો હતો અને પેલી નોન હાઇજેનિક વસ્તુઓ ખાતો ખાતો મોટો થયો છે આ બધીજ વાતો ને યાદ અપાવા માટે ચાલો ફરી શાળાએ જઈએ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

મિત્રતા: મારી, તમારી ને આપણા સૌની… - photo 3

મિત્રતા ના પાઠ ભાણાવવા માટે સુદામા ને કોઈ ફેસબુક ની જરૂર નહિ પડે મિત્રો શોધાય નહી એતો આપોઆપ મળીજાય… આવાજ કોઈ સીઈએસ ના મિત્રને તમે ઓલ્કોછો તો લાખો અમને તમારી મિત્રતાની વાતો.

આમ, મિત્રતા ના યાદગાર વર્ણનો ઉભા કરવા, પેલા બંક મારવાની મજા અને સજા યાદ કરવી, પરીક્ષામાં પકડાયેલી કાપલી ને વિઠ્ઠલ કાકા ની યાદો ને વાગોળવી આ બધુજ શતકોત્તસવ દરમ્યાન સીઈએસ કરી રહી છે. જો તમને પણ આવી યાદો ને વાગોળવી હોય તો આવો સીઈએસ.

નિ:સ્વાર્થ મિલન મિત્રોનું નિષ્ફળ માન્યું
સાચું જે સુચન મળ્યું તે નિર્બળ માન્યું
દુનિયા ના અનુભવ થી મળી છે એ નજર
પાણી ને ઘણીવાર મેં મૃગજળ માન્યું
- મરીઝ

First published on 29 June 2015 on CES Anand, the Society's centenary blog.